Friday, February 12, 2010

આવાં કામો પોલીસની છાપ સુધારવા માટે જરૃરી છે’’
A postman delivering Postcard without Nameઅમદાવાદ, તા.૪આભાર માનવાથી પણ ‘પ્રેરણાની મહેક’ પ્રસરતી હોય છે. દિવસ દરમિયાન ટ્રાફિક પોલીસના જવાનો મેમા ફાડવાની સાથે કેટલાય લોકોને મદદરુપ પણ થતાં હોય છે. જેમ કે શહેરના વિજય ચાર રસ્તા પાસે એક સિનિયર સિટીઝન એક્ટિવા લઈને પસાર થઈ રહ્યાં હતાં, ત્યારે એક્ટિવા સ્લીપ ખાઈ જતાં તેઓ જમીન પર પટકાયા હતાં. એટલે તરત જ ત્યાં ફરજ બજાવતા ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલે સિનિયરની સિટીઝનને ઉભા કરીને પોતાના ઘેર મૂકવા સુધીની તૈયાર દર્શાવી હતી. જો કે, કોઈ પણ પ્રકારની ઈજા થઈ ન હોવાથી તેઓ ફરી એક્ટિવા લઈને ઘેર જવા નીકળી ગયા હતાં, ત્યાર બાદ તેમણે પોસ્ટ કાર્ડ લખીને ટ્રાફિક પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.શહેરના જાણીતા વિજય ચાર રસ્તા રોડ પર બનાવેલાં ડિવાઈડરમાં ઉગાડેલાં વૃક્ષોને મ્યુનિ.કોર્પોરેશનના ટેન્કરો મારફતે પાણીનું સિંચન કરવામાં આવે છે. જો કે, ઘણીવાર ટેન્કરમાં પાણી વધારે હોવાથી રસ્તા પર ઢોળતું હોય છે અને તેને લીધે દ્વિચક્રી વાહનો સ્લીપ થતાં હોય છે. બસ, રસ્તા પર પાણી ઢોળાયું હોવાથી રવિવારના રોજ બપોરના સમયે સનિયર સિટીઝન અને પૂર્વ આચાર્ય સનત જાની એક્ટિવા લઈને પસાર થઈ રહ્યાં હતાં ત્યારે એક્ટિવા સ્લીપ ખાઈ જતાં તેઓ નીચે પટકાયા હતાં. જો કે, તરત જ ફરજ પર હાજર ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલ અમૃતલાલ પટણીએ એક્ટિવા રોડની બાજુમાં મૂક્યું, સિનિયર સિટીઝનને થોડું પાણી આપ્યું અને જરુર હોય તો સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવા સુધીની તૈયાર દર્શાવી. જો કે, કોઈ પ્રકારની ઈજા ન થતાં સિનિયર સિટીઝને સારવારની ‘ના’ કહીને ઘેર જવા પ્રયાણ કર્યું.બીજી તરફ તા.૪થી નવેમ્બરના રોજ ફરજ પર હાજર ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલ અમૃતભાઈ પટણીને ટપાલી એક પોસ્ટકાર્ડ આપી ગયો હતો. એમાં લખેલાં શબ્દો આ પ્રમાણે છે : ‘‘માનનીય શ્રી, નામ ના જાણતો હોવાથી નામ વગર આ પત્ર લખી રહ્યો છું. બપોરના લગભગ ૧૧-૪૫ કલાકે કોફી બાર પાસે હું એક્ટિવા પરથી પડી ગયો હતો. ઢોળાયેલાં પાણીને કારણે મારું એક્ટિવા સ્લીપ ખાઈ ગયું હતું. તમે અને અન્ય મિત્રોએ જે મદદ કરી તે બદલ હું આભાર માનું છું. આવાં કામો પોલીસની છાપ સુધારવા માટે ખૂબ જ જરૃરી છે. તમે દર્શાવેલી સહાનુભૂતિ અને તમે કરેલી મદદ બદલ આભાર. લી.સનત જાની, પૂર્વ આચાર્ય, હિરામણી સ્કૂલ.’’સિનિયર સિટીઝન સનત જાની રસ્તા પર પડી ગયા, ત્યારે જે પોલીસ કોન્સ્ટેબલે મદદ કરી તેમનું નામ તેઓ જાણતાં ન હતાં. એટલે પોસ્ટકાર્ડ લખવું કયા નામ અને સરનામે ? એટલે તેમણે પોસ્ટકાર્ડમાં એવું સંબોધન આપ્યું હતું કે, ‘‘ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલ, વિજય ચાર રસ્તા પાસે, કોફી બારની સામે, નવરંગપુરા, અમદાવાદ.’’ આમ, નામ વગર આ રીતે લખેલું પોસ્ટકાર્ડ પણ કોન્સ્ટેબલ અમૃતભાઈ પટણીને મળી ગયું. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે, ટપાલ પહોંચાડવાનું કામગીરી કરી રહેલાં ટપાલીઓ પણ નામ વગરની ટપાલ યોગ્ય વ્યક્તિ સુધી પહોંચાડીને પ્રેરણાના સેતુ રચવાની ઉદાહરણીય કામગીરી કરી રહ્યાં છે.સિનિયર સિટીઝન સનત જાનીએ પોસ્ટકાર્ડમાં એક વાક્ય લખ્યું હતું કે, ‘‘આવાં કામો પોલીસની છાપ સુધારવા માટે જરૃરી છે.’’ આમ, પોલીસની છાપ સુધારવા માટે કેટલીક પોલીસ જવાનો ‘હેલ્પીંગ હેન્ડ’ બનીને માનવતા દાખવી રહ્યાં છે, જેનું અનુસરણ ટ્રાફિક પોલીસના તમામ જવાનો કરવું જોઈએ.

No comments:

Post a Comment